અમદાવાદ : રાજ્યના છ મહાનગરોમાં મનપાની ચૂંટણી સમાપ્ત થતા કોરોનાના કેસમાં (gujarat Corona Virsu case) વધારો જોવા મળ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અને જામનગર, ભાવનગરમાં ચૂંટણીનું સમાપન થતા કેસમાં વધારો થવાની ભીતિ છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. એક સમયે 250થી ઓછા કેસ આવી ગયા હતા ત્યારે ફરી કોરોનાએ રાતોરાત માથું ઉંચક્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 84, વડોદરામાં 80, સુરતમાં 64, રાજોકટમાં 54, જામનગરમાં 16, કચ્છમાં 7, આણંદમાં 4, ગાંધીનગરમાં 10, ગીરસોમનાથ, ખેડા, સાબરકાંઠઆમાં 5, જૂનાગઢમાં 8, મહીસાગર, મહેસાણા, નર્મદામાં 4-4, ભાવનગરમાં 6, છોટાઉદેપુરમાં 3, ભરૂચ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મોરકબી, પંચમહાલ, પાટણમાં 2-2, અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. કુલ 380 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 296 દર્દી સાજા થયા છે.
0 Comments